ગુજરાત
News of Monday, 28th May 2018

તારાપુર-બોરસદ હાઇવે પર બાતમીના આધારે પોલીસે 13 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

આણંદ:જિલ્લાના તારાપુર-બોરસદ હાઈવે પરથી આણંદ જિલ્લામાં વિદેશી દારુ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમી અમદાવાદ ગાંધીનગરની આરઆરસેલને થઈ હતી. આ પહેલા પણ આણંદમાં સ્થાનિક પોલીસે દિશાહીન અને દિવા તળે અંધારાની પરિસ્થિતિ સર્જતા આરઆરસેલ અને બહારની પોલીસ એજન્સીઓની આણંદ પર બાજ નજર રહેલી છે. આ ઘટનામાં ૧૩.૦૫ લાખના દારુ સાથે બે ઈસમોને દબોચી લેવાયા હતા. જ્યારે સ્થાનિક પોલીસ તેની હંમેશની ટેવની જેમ ઉંઘતી ઝડપાઈ હતી.આ બંન્ને ઈસમોને આરઆરસેલ દ્વારા કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તારાપુર - બોરસદ રો પર અમદાવાદ અને ગાંધીનગર સ્થિત આરઆરસેલ એજન્સીને ગુપ્ત બાતમી મળી હતી.જેમાં તારાપુર રોડ પરથી બગોદરા તરફ જતા એક હોટલ પાસે એક ટ્રક શકમંદ હાલતમાં ઉભી હતી. જેથી આરઆરસેલ દ્વારા ટ્રક નં જીજે ૧૨ ડબલ્યુ ૮૫૫૧માં બેઠેલ બે ઈસમોની પુછપરછનો દોર શરુ કર્યો હતો .આ બંન્ને ઈસમો જયપ્રકાશ શુખદેવસીંગ શીખ રહે યુ.પી ્ને ક્લીનર વિકાસ રૃષિપાલસિંહ કશ્યપ હોવાનું જણાવ્યું હતું.
 

(5:07 pm IST)