ગુજરાત
News of Monday, 28th May 2018

કડીના કરણનગરમાં 27 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર માસુમ પુત્ર સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું

મહેસાણા: કડીના કરણનગરમાં રહેતા ખેડૂત પરિવારની ર૭ વર્ષીય પરિણીતાએ પોતાના અઢી વર્ષના માસુમ દિકરા સાથે નર્મદા કેનાલમાં મોતનો ભુસકો માર્યો હતો. જોત જોતામાં બંને ઉડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તરવૈયાઓએ ભારે જહેમત બાદ માતા અને દિકરાના મૃતદેહો કેનાલમાંથી બહાર કાઢયા હતા. આ અંગે કડી પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધપાત્ર છે કે, મરનાર પરિણિતા છેલ્લા કેટલાક સમયથી માનસીક બિમારીથી પીડાઈ રહી હતી. કડીના કરણનગરમાં આવેલા વડીપાટીવાસમાં રહેતા ખેડૂત સેંધાભાઈ કેશવાલાલના દિકરા તુષારભાઈના લગ્ન સોનલબેન પટેલ, (ઉ.વ.ર૭) સાથે સામાજીક રીત રીવાજ પ્રમાણે થયા હતા. તેમના દાંપત્ય જીવનથી સંતાનમાં દીકરો થયો હતો. જેનુ નામ હયાત (ઉ.વ.અઢી) છે. જો કે, છેલ્લા ત્રણેક વર્ષથી સોનલબેન માનસીક બિમારી થવાથી તેણીની તબીબી સારવાર ચાલુ હતી. પરંતુ સારવાર બાદ પણ તેની બિમારીમાં કોઈ સુધારો થયો ન હતો. દરમિયાન કંટાળેલી સોનલબેન દિકરા હયાન માટે બિસ્કીટ લેવાનું કહીને બંને જણા ઘરેથી નીકળ્યા હતા.
 

(5:06 pm IST)