ગુજરાત
News of Monday, 28th May 2018

ઠાસરા નજીક કારમાંથી પોલીસે 87 હજારના દારૂનો જથ્થો પકડ્યો

ખેડા:એલસીબી ખેડા પોલીસે ઠાસરા રોહિતવાસમાંથી વિદેશી દારૂ કિંમત રૂા. ૮૭,૫૦૦ તથા કાર રૂા. સાત લાખની મળી કુલ રૂ. ૭,૮૭,૫૦૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ બનાવ અંગે ઠાસરા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી ખેડા પોલીસને માહિતી મળેલ કે મહુધામાં રહેતા મહેબુબ હુશેન ગુલામનબી મલેકની આઈ ટ્વેન્ટી કાર નં. જીજે ૭ બીડી ૫૪૨૨માં ઠાસરા રોહિતવાસમાં સતિષભાઈ કાનજીભાઈ મકવાણાના મકાન પાસે વિદેશી દારૂ ભરાવી હેરાફેરી કરવામાં આવી રહી છે. જેથી એલસીબી પોલીસે વહેલી સવારે દરોડો પાડતા ઠાસરા રોહિતવાસમાં કારની તલાશી લેતા તેમાંથી બીયર ટીન નં. ૫૮૭, કિંમત રૂ. ૫૮૭૦૦, વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલ નં. ૩૬ કિંમત રૂ. ૨૮,૮૦૦ મળી કુલ રૂ. ૮૭,૫૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી વિદેશી દારૂ તથા કાર રૂ. સાત લાખની મળી કુલ રૂ. ૭,૮૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કારમાંથી આરસી બુકની ઝેરો-ા મળી આવતા આ કાર મહુધાના મેહબુબ હુશેન ગુલામનબી મલેકની માલિકીની હોવાનું જણાઈ આવેલ છે. જ્યારે કારનો ચાલક તેમજ બીજો એક ઈસમ ફરાર થઈ ગયા હતા. આ ઈસમોમાં કાર ચાલકે ભૂરી ટી શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે. જ્યારે બીજા ઈસમે કાળુ શર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલ છે.
આ બનાવ અંગે એલસીબી ખેડાની ફરિયાદ આધારે ઠાસરા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:06 pm IST)