ગુજરાત
News of Monday, 28th May 2018

પર્જન્ય યજ્ઞ માંડી વાળ્યા, સરકારના ઇરાદાની 'આહુતિ'

જળ અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તે હવે માત્ર કળશ પૂજનઃ ધંધુકામાં ૩૧મીએ જાહેર સમારંભ સાથેનું મુખ્ય આયોજન

રાજકોટ, તા.૨૮: રાજય સરકારે તળાવો ઉંડા ઉતારવાના સુજલામ સુફલામ જળ અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તે કરવા ધારેલા પર્જન્ય યજ્ઞનું આયોજન માંડી વાળવાનુ અને હવે માત્ર કળશ પૂજન થનાર હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૃપાણીની હાજરીમાં રાજય કક્ષાનો કાર્યક્રમ ધંધુકામાં યોજાયો. મુખ્યમંત્રી ત્યાં સભા સંબોધશે પૂજન માટે કળશની નિયત સાઇઝની સૂચના જીલ્લા વહીવટી તંત્રને અપાયેલ છે. જળસંચય અભિયાન હેઠળ તળાવો ઊંડા કરવાની ઝુંબેશ પૂર્ણતાના આરે છે અને ૩૧મી મે ના રોજ તમામ જીલ્લામાં સમાપન સમારોહ યોજવાની છે. આ દિવસે સારા વરસાદ માટે પર્જન્ય યજ્ઞની ભાજપ સરકારે તૈયારીઓ કરી હતી પરંતુ સરકારે તૈયારીઓ કરી હતી પરંતુ સરકાર અંધશ્રદ્વામાં વિશ્વાસ રાખતી હોવાની ટકોર સાથે ચારેકોર ટીકાનો મારો સહન કરવાનો વારો આવતાં હવે સરકાર યજ્ઞને બદલે નર્મદા જળ કળશની પૂજા કરશે. ત્યારબાદ પ્રસાદી તરીકે ફરસાણ, ફુલવડી, ગાંઠિયા અને લાડુનું વિતરણ કરશે. મુખ્યમંત્રી રૃપાણીએ કરાયા વાપી ખાતે રવિવારે શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ભારતમાં આ સૌથી મોટું જળસંચય અભિયાન છે.

 

(4:19 pm IST)