ગુજરાત
News of Monday, 28th May 2018

એજીએસ ટ્રાન્ઝેકટ ટેકનોલોજીસે ગુજરાતમાં કામગીરીને મજબુત કરી

અમદાવાદઃ બેકીંગ, રિટેલ, પેટ્રોલીયમ, ટ્રાન્ઝિટ અને કલર સેકટર્સને અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરતી ભારતની એકમાત્ર એન્ડ-ટુ-એન્ડ પેમેન્ટ સોલ્યુશન્સ કંપની એજીએસ ટ્રાન્ઝેકટ ટેકનોલોજી (એજીએસટીટીએલ) એ એમએસએમઇ અને વેપારી સક્ષમ બનાવવા ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ પ્રસ્તુત કર્યા છે તેમજ ગુજરાતમાં ડિજીટલ પેમેન્ટને વધારે પ્રોત્સાહન આપ્યું છે કંપનીના પીઓએસ મશીનો પ્રીપેઇડ કાર્ર્ડ, લોયલ્ટી પ્રોગામ, કેશવિપીઓએસ,  ટ્રાન્ઝેકશન સ્વિચ, ગોટાળાનું નિવારણ જોખમનું વ્યવસ્થાપન અને સમાધાન વગેરે સુવિધાઓ વેપારીઓ અને ઉપભોગતાઓ બંનેને પુરી પાડવા સુરક્ષિત અને સાતત્યપુર્ણ રીતે હાડવેર અને સોફટવેર સોલ્યુશન્સ પેમેન્ટ પ્લેટફોમ પ્રદાન કરે છે.

 ૨૨૦૦ શહેરો અને નગરોમાં ૨,૨૦,૦૦૦+ કસ્ટમર ટચ- પોઇન્ટ સાથે એજીએસટીટીએલનાં ૭૦,૦૦૦+ એટીટીએમ કાર્યરત છે અને દરરોજ સરેરાશ આશરે ૧૨ લાખ ડિજીટલ નાણાકીય વ્યવહારો કરે છે સમગ્ર ભારતમાં સંગઠિત અને અસંગઠિત એમ બંને ક્ષેત્રોમાં  વેપારીઓ વહેંચાયેલા છે તથા ઘણી વખત મુડી, ટેકનોલોજી  અને માર્કેટીંગ કુશળતાઓ જેવા આવશ્યક સંસાધનોનો અભાવ ધરાવે છે.

 

(4:09 pm IST)