ગુજરાત
News of Monday, 28th May 2018

જેએમ ફાઇનાન્શિયલ ક્રેડીટ સોલ્યુશન્સ લિ.નો એનસીડી ઇશ્યુ આજે ખુલશે

વાર્ષિક ૯.૭૫ ટકા સુધી વ્યાજ મળશે

અમદાવાદઃ  જેએમ ફાઇનાન્શિયલની ગ્રુપની એનબીએફસી કંપની જેએમ ફાઇનાન્શિયલ ક્રેડીટ સોલ્યુશન લિમિટેડ ('' કંપની'') રિયલ એસ્ટેટ ડેવલપર્સને સંપુર્ણ નાણાકીય સોલ્યુશન પ્રદાન કરે છે જેનો પબ્લિક ઇશ્યુ ૨૮મે, ૨૦૧૮નાં રોજ ખુલશે. આ સીકયોર્ડ  રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ, ડિબેન્ચર્સ ('' એનસીડી'') ઇશ્યુની બેઝ સાઇઝ રૃા.૩૦૦ કરોડ છે જેના દરેક ડિબેન્ચરની ફેસ વેલ્યુ રૃા.૧૦૦૦ (''સીકયોર્ડ એનસીડી'') છે. આ એનસીડીમાં રુા.૪૫૦ કરોડ સુધીનું ઓવરસબસ્કિપ્શન જાળવવાનો વિકલ્પ છે, જેથી કુલ ઇશ્યું રૃા.૭૫૦ કરોડ (''ટ્રેન્ચ'')નો છે, જેથી શેલ્ફ લિમિડ રૃા.૨૦૦૦ કરોડની અંદર છે.

ઇશ્યુ ૨૦ જુન ૨૦૧૮ના  રોજ બંધ થશે. જેમા કંપનીના બોર્ડ ઓફ ડીરેકટર્સ (બોર્ડ) કે એનસીડી પબ્લિક ઇશ્યુ કમિટિના નિર્ણય મુજબ વહેલાસર કલોઝર કે ઇશ્યુને લંબાવવાનો વિકલ્પ છે

(4:08 pm IST)