ગુજરાત
News of Monday, 28th May 2018

આવતીકાલથી ગરમી ઘટશે પણ બફારો વધશે

દક્ષિણ ગુજરાત અને તેને લાગુ ગુજરાતના ભાગોમાં દક્ષિણ પશ્ચિમના પવન ફુંકાશે, બાદમાં પ્રિમોન્સુન એકટીવીટીની શરૂઆત થાય તેવી શકયતા

 રાજકોટઃ હવામાનની એક ખાનગી સંસ્થાએ કહયું છે કે આવતીકાલથી ઉંચા તાપમાનમાંથી રાહત મળશે પરંતુ બફારો ઉકળાટ અનુભવાશે

 હાલ પવનનું પ્રમાણ વધુ જોવા મળે છે તે ઉતરોતર વધવામાં છે કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનનું જોર સવિશેષ રહેશે. તા.૩૧થી ઘટશે પવન પશ્ચિમિ ઉતર પશ્ચિમિ દક્ષિણ પશ્ચિમિ જોવા મળશે. ત્યારબાદના દિવસો છે સખત બફારો જણાશે

  આવતીકાલ ૨૯મીના મંગળવારથી દ. ગુજરાત તેમજ તેને લાગુ ગુજરાતના ભાગોમાં મુખ્યત્વે પવનો દક્ષિણ પશ્ચિમિ રહેશે. ત્યારબાદના દિવસોમાં ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સુન એકટીવીટીની શરૂઆત થાય તેવી પ્રબળ શકયતા છે .

આવતા ૭૨ કલાક ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણ અનુકુળ છે.

(4:05 pm IST)