ગુજરાત
News of Monday, 28th May 2018

ડો. તોગડિયાએ નવા રાજકીય પક્ષની રચના કરવાની જાહેરાત કરી

અમદાવાદ તા. ૨૮ : વીએચપીના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ટુંક સમયમાં નવા રાજકીય પક્ષની રચના કરવાના કયાસ પર મહોર લાગી છે. તોગડિયાએ આગામી ૨૪જ્રાક જૂનના રોજ નવા રાજકીય પક્ષની રચના કરવાની જાહેરાત કરી છે.

તોગડિયાએ મીડિયા સાથે વાતચીત કરતા મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, મોદી સરકારે માત્ર ખોટા વાયદા કર્યા છે. અને સરકાર જનતાની આશા-અપેક્ષા પર ખરી ઉતરી નથી.

ડો. તોગડીયાએ મોદી સરકારની કામગીરીને માઈનસ ૨૫ પોઈન્ટ આપ્યા. દેશમાં વીદિશ નીતિની હાલત વધારે દયનીય બની છે. આ ઉપરાંત તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાની માગ કરી છે.

મહત્વનું છે કે, વીએચપીના અધ્યક્ષ પદેથી પ્રવીણ તોગડીયાને ખરાબ રીતે હાંકી કાઢવામાં આવ્યા બાદ વીએચપીના અધ્યક્ષ પદે વી.એસ કોકજને નિયુકત કરવામાં આવ્યા છે.

(3:57 pm IST)