ગુજરાત
News of Monday, 28th May 2018

બોરસદના અલરસ ગામમાં મોડી રાત્રે જૂથ અથડામણ : ક્રિકેટના ગ્રાઉન્ડમામલે ધીંગાણું : 8 થી10 લોકોને ઇજા

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલરસ ગામમાં ગઈકાલે મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી જેમાં 8 થી 10 લોકોને ઇજા પહોંચી હતી રાજ્યમાં મારામારીના બનાવો વધી રહ્યાં છે છેલ્લા કેટલાય દિવસોથી જૂથ અથડામણના બનાવો બની રહ્યાં છે

   ત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલરસ ગામમાં ગઈકાલે મોડી રાત્રે જૂથ અથડામણ થયું હતું. ક્રિકેટના ગ્રાઊન્ડને લઈને બે જૂથ વચ્ચે બબાલ થતા મામલો ઉગ્ર બન્યો હતો અને જોત જોતામાં બંને પક્ષો આમને સામને આવી ગયા હતા. જેમાં 8થી 10 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી

  ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.સમગ્ર ઘટનાની જાણ બોરસદ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હાલ તો પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

(1:04 pm IST)