ગુજરાત
News of Monday, 28th May 2018

ટયુશનિયા શિક્ષકોનો મરોઃ જનતા રેડ કરશે

૭ વર્ષથી સરકારી-ખાનગી સ્‍કૂલોના શિક્ષકો ઉપર ટયુશન પ્રતિબંધ છેઃ પણ પાળે કોણ? ૧૮૦૦ સ્‍કૂલોના ૫૦૦૦ શિક્ષકો ટયુસન સાથે જોડાયેલા

રાજકોટ, તા.૨૮: શિક્ષકો સ્‍કૂલોની સાથે પોતાના પ્રાઇવેટ ક્‍લાસીસમાં પણ કમાણી કરી રહ્યાં છે. જેના સંદર્ભે દ્યણીવાર શિક્ષણ વિભાગની વિવિધ કચેરીઓમાં ૩૫ વખત અરજી કરી તેમજ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રજૂઆતો બાદ શિક્ષકો પર કોઇ પગલા લેવાયા નથી. પરિણામે  અમદાવાદના વાલીઓ અને યુવા આક્રોશ મંચ દ્વારા આવનારા સમયમાં વિવિધ ક્‍લાસીસ પર પબ્‍લિક રેડ કરશે. સાથે જ રેડ દરમિયાન જે તે શિક્ષણ અધિકારીઓને પણ જે તે ક્‍લાસિસની માહિતી આપવામાં આવશે.

ભારત સરકારના આમુખ ધ રાઇટ ઓફ ચિલ્‍ડ્રન ટુ ફ્રી એન્‍ડ કમ્‍પ્‍લસરી એજયુકેશન એક્‍ટ-૨૦૦૯ની કલમ- ૨૮ની જોગવાઇ મુજબ કોઇપણ શિક્ષક ખાનગી ટ્‍યૂશન-ખાનગી શિક્ષણ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ નિયમ તમામ સરકારી ગ્રાન્‍ડેટ, અર્ધ સરકારી કે પ્રાઇવેટ તમામ સ્‍કૂલોને આ નિયમ લાગુ પડે છે.  શિક્ષણ વિભાગ દ્વારા દરેક સ્‍કૂલોને ૨૦૧૧માં આ અંગે પરિપત્ર મોકલી દેવામાં આવ્‍યો છે.

જનતા રેડ દરમિયાન ડીઇઓ ઓફિસના કર્મચારીઓને પણ રેડ દરમિયાન સાથે રાખવાનું આયોજન કરાયું છે. જેથી કરીને ક્‍લાસીસ ચલાવતા શિક્ષકો સામે સ્‍થળ ઉપર જ પગલા લેવામાં આવે.

અમદાવાદમાં સ્‍થિતિ ૩૬૦ ગ્રાન્‍ટેડ સ્‍કૂલો અંદાજે ૧૫૦૦ પ્રાઈવેટ સ્‍કૂલો અંદાજે ૫,૦૦૦ શિક્ષકો ટ્‍યૂશન ક્‍લાસીસ સાથે જોડાયેલા છે.

(11:33 am IST)