News of Monday, 28th May 2018
અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઝાપટા
અમદાવાદ, તા. ૨૭ : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થયા બાદ તાપમાનમાં એકાએક ઘટાડો થયો હતો. જો કે તેની અસર અન્યત્ર જગ્યા પર થઇ ન હતી. કમોસમી વરસાદી ઝાપટા પડ્યા બાદ આસપાસના વિસ્તારો ઉત્સુકતા જોવા મળી હતી. ઉનાના ગીર પંથકમાં પણ વરસાદી છાંટા પડ્યા છે.
(9:43 pm IST)