ગુજરાત
News of Wednesday, 28th April 2021

નર્મદા જિલ્લામાં બુધવારે ૩૮ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૦૮૪ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં જુનાકોટ ૦૧, લાલ ટાવર ૦૧,લીમડા ચોક ૦૧,મહાલક્ષ્મી સોસાયટી ૦૧, રાજપુત ફળિયા ૦૧ તથા નાદોદ તાલુકામાં વડીયા ૦૧, હાંદી ૦૧,જીઓર ૦૧, શહેરાવ ૦૧, ધાનપોર ૦૧ તથા ગરુડેશ્વર તાલુકા માં ભીલવસી ૦૧, ઇન્દ્રવાણ ૦૧, વણજી ૦૧, નઘાતપોર ૦૧, સંજરોલી ૦૧, સુકા ૦૧, વાવલિયા ૦૧, કેવડિયા ૦૧, ગરુડેશ્વર ૦૧, સુરવાણી ૦૧, ઝરીયા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં ઉમેદપુરા ૦૧, માંગુ ૦૧, આંમલીયા ૦૧, સુરજીપુરા ૦૧, ભાવપુરા ૦૧, રોઝનાર ૦૧, તીલકવાડા ૦૨ તથા  ડેડીયાપાડા તાલુકામાં સાબુટી ૦૧, બોગજ ૦૧, ડેડીયાપાડા ૦૧, રેલવા ૦૧ તથા  સાગબારા તાલુકામાં દેવીદાવ ૦૧, ભોગવાડ ૦૧, ભંગીયાવાડ ૦૧, અમીયાર ૦૧, રોઝદેવ ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૩૮ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૫ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૪૧ દર્દી દાખલ છે, આજે ૪૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૮૧૯ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૦૮૪ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૫૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:27 pm IST)