ગુજરાત
News of Wednesday, 28th April 2021

નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં ચોવીસ કલાકમાં ૨૦ જેવા દર્દીઓના મોત થવા છતાં તંત્ર ના સબ સલામતના દાવા.?!

જિલ્લા કલેકટરે કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી તેજ દિવસે ૧૩ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં મા 26 એપ્રિલ રાત્રે 3 વાગ્યાથી શરૂ થયેલું મૌતનો સિલસિલો સવાર ના 8 વાગ્યા સુધી માં કુલ 9 દર્દીઓ મૌત ને ભેટી ચુક્યા હતાં, 26 એપ્રિલની રાત નર્મદા જિલ્લા માટે  કાળમુખી નીવડી હતી. એક પછી એક 13  દર્દીઓ ના મૌત થયાં. સવાર પડતાં હોસ્પિટલ કંપાઉન્ડ મૃતકો ના સગાઓ થી ભરાય ગયું હતું, મૃતકો ના શબ ને શામશાને લઈ જવા માટે કોવિડ હોસ્પિટલ પાસે પોતાની કોઈ શબ વાહીની નથી ભાડા ની 2 એમ્બ્યુલન્સો ના સહારે વારા ફરથી ડેથ બોડી લઈ જવાઇ હતી.
 હતભાગીઓ ના સગાઓ વલોપાત કરી રહયા હતા 13 દર્દી ના મૌત બાદ પણ બીજા 4 જેટલા દર્દીઓ ના મૌત નિપજ્યા હોવાનું જાણવા મળેલ છે અને 26 થી 28 એપ્રિલ બપોર સુધી આશરે 20 થી વધુ દર્દીઓ મૃત્યુ થયા છે
એકતરફ તંત્ર નર્મદા જિલ્લામાં સબ સલામત નો રાગ આલાપી રહી છે ત્યારે બીજી તરફ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ના મૃત્યુ નો સિલસિલો પણ યથાવત છે ઉપરાંત દર્દીઓ ને સારવાર બાબતે પણ ઘણી બુમો ઉઠવા પામી છે કોરોના કાળના બીજા વેવ માં નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં  80 થી વધુ દર્દીઓ મોત ને ભેટ્યા છે ત્યારે તંત્ર આ મોત નો આંકડો પોતાના ખાતામાં લખવા તૈયાર નથી તેથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે
અન્ય જિલ્લાઓ કરતા નર્મદા જિલ્લામાં કોરોના દર્દીઓ માટે સુવિધાઓ ચોક્કસ પણે પૂરતી હશે પરંતુ આ તમામ સુવિધાઓ દર્દીને પુરી પડે તેવી માંગ ઉઠી છે અને તંત્ર દ્વારા દર્દીઓ ની સ્થિતિ અંગે પારદર્શકતા રાખવામાં આવે તેવી પણ લોકો માંગ ઉઠી છે.

(11:25 pm IST)