ગુજરાત
News of Wednesday, 28th April 2021

રાજપીપળા કાળા ઘોડા પાસેની ફરસાણની દુકાનમાં વધુ માણસો એકઠા કરનાર સામે ગુનો નોંધતી પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાળા ઘોડા પાસે ફરસાણ ની દુકાનમાં વધુ માણસો ભેગા કરી જાહેરનામા નો ભંગ કરનાર સંચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ કિશનભાઇ પુનીયાભાઇ વસાવા (રહે - ભદામ તા - નાંદોદ )એ પોતાની સૌરાષ્ટ્ર ફરસાણ નામની દુકાનમાં સાતેક માણસો ભેગા કરી હાલમાં ચાલી રહેલા જાહેરનામા નો ભંગ કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો હતો

(11:21 pm IST)