ગુજરાત
News of Wednesday, 28th April 2021

વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

ફ્લેગમાર્ચ વલસાડ એસ.પી.ઓફિસથી નીકળી વલસાડ કલ્યાણ બાગ,સ્ટેડિયમ રોડ, આઝાદ ચોક,મોટાબજાર,છીપવાડ દાણાબજાર,હાલર ચાર રસ્તા થઇ તિથલ રોડના વિસ્તાર માં ફ્લેગ માર્ચ કરાયું હતું આ ફ્લેગમાર્ચ માં જિલ્લા પોલીસ વડા ડૉ રાજદીપસિંહ ઝાલાની આગેવાની થઈ હતી

(કાર્તિક બાવીશી દ્વારા )કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નાઈટ કરફ્યુનો નિર્ણય લેવાયો છે ત્યારે રાજ્યના મહાનગરો બાદ રાજ્યના વધુ જીલ્લામાં રાત્રી કર્ફ્યુ નો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ત્યારે વલસાડ જીલ્લામાં રાત્રી કર્ફ્યુનો નિર્ણય રાજ્ય સરકાર એ કર્યો છે જેને લઇ ને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફ્લેગમાર્ચ વલસાડ એસ.પી.ઓફિસથી નીકળી વલસાડ કલ્યાણ બાગ,સ્ટેડિયમ રોડ,આઝાદ ચોક, મોટાબજાર છીપવાડ દાણાબજાર,હાલર ચાર રસ્તા થઇ તિથલ રોડ ના વિસ્તાર માં ફ્લેગ માર્ચ કરાયું હતું આ ફ્લેગમાર્ચ માં જિલ્લા પોલીસ વડા ડૉ રાજદીપસિંહ ઝાલા ડીવાયએસપી ,પી.આઈ ,પી.એસ.આઇ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા

(10:16 pm IST)