ગુજરાત
News of Wednesday, 28th April 2021

વલસાડના પત્રકારો શૂ કહે છે:લોકોની જિંદગીનો સવાલ હોઈ ત્યારે ફરજિયાત ૧૫ દિવસનું લોકડાઉન જરૂરી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ગુજરાત સરકારે રાજ્યના 29 શહેરમાં રાત્રી કરફ્યુ લાદી દીધો છે. રાત્રે 8 થી સવારે 6 કલાક દરમિયાન અત્યંત આવશ્યક ચીજ વસ્તુ સિવાય બહાર નિકળવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. ત્યારે શહેરના પત્રકારોને આ સંદર્ભે પુછતાં મિક્ષ પ્રતિસાદ મળ્યા હતા. જોકે, મહત્તમ લોકો આ કરફ્યુની તરફેણમાં જણાયા હતા. આ સાથે કેટલાકે આ રાત્રી કરફ્યુ કેટલો કારગત નિવડે તેની સામે પણ સવાલ ઉઠાવ્યા હતા

   વરિષ્ઠ પત્રકાર હર્ષદ આહિરે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમા મોતનો માતમ છવાયેલો છે. વલસાડની પરિસ્થિતિ પણ કાબૂ બહારની છે. એક પણ હોસ્પિટલમાં કોઈને બેડ મળતા નથી. આવા તબક્કે હું માનું છું કે નાઈટ કર્યુંથી સીમિત ન રહેતા 15 દિવસનો કડક લોકડાઉન જરૂરી છે. નાઈટ કરફ્યુ અર્થહીન છે. બ્રિટનની સરકારે કોરોનાના કેસ રોકવા માટે તાજેતરમાં ત્રણ મહિનાનો લોકડાઉન કરી કેસો પર અભૂતપૂર્વ કંટ્રોલ હાંસિલ કર્યો હતો.જ્યારે પત્રકાર મુકેશ દેસાઈ એ જણાવ્યું કે નાઈટ કરફ્યુથી કંઈ થવાનું નથી.સરકાર જો કોરોનાના કેસમાં ઘટાડો ઇચ્છતી હોય તો કોઈપણ સંજોગોમાં સરકારે લોકડાઉન લગાવવું જોઈએ. કોરોના મામલે સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. રાત્રે એમ પણ ઘરની બહાર લોકો નિકળતા નથી, ત્યારે રાત્રિ કરફ્યુ લગાવીને સરકાર શું સમજાવવા માંગે છે તે સમજ પડતી નથી. વલસાડને બચાવવા નાઈટ કારફ્યુથી આગળ વધીને જિલ્લા કલેક્ટરે કડકમાં કડક પગલાં લેવા જોઈએ.જ્યારે પત્રકાર દિલીપભાઈ ખાચરે જણાવ્યું કે વલસાડ માં રાત્રી કરફ્યુ માં જો વલસાડવાસીઓ આનું સરખું પાલન કરે તો ખરેખર કોરોના જેવી મહામારી માં થોડી રાહત થાય તેમ છે. જ્યારે પત્રકાર રવિરાજ ખાચરે જણાવ્યું કે

આ રાત્રી કરફ્યુ જે વલસાડ જિલ્લામાં લગાવવામાં આવ્યુ છે તે વલસાડ માં વધી રહેલા કોરોના ના કેસ જોતા યોગ્ય નિર્ણય લાગે છે પરંતુ શું જનતા એનું પાલન યોગ્ય રીતે કરશે ? જો કરે તો ખૂબ  લાભદાયક રહેશે અને સમય જતાં  કોરોના ની ચેન તુટશે.

(8:55 pm IST)