ગુજરાત
News of Wednesday, 28th April 2021

બૂટલેગરોની ચાલને લુલી કરતી પોલીસ:પારડી પોલીસે ટેમ્પાની છત પર સંતાડેલો દારૂનો જથ્થો પકડી પાડ્યો

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઇ બી. એન. ગોહિલે પોતાની ચતૂરાઇથી ટેમ્પાની છત પર સંતાડી લઇ જવાતો દારૂ પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ:દમણથી બુટલેગરો દારૂની હેરાફેરી માટે અનેક રસ્તાઓ અપનાવે છે. તેની સામે પારડીના પીએસઆઇ બી. એન. ગોહિલની એક જ નજર છે. તેમની એક નજરથી ટેમ્પાની છત પર સંતાડેલી દારૂની 2376 બોટલો પકડી પાડી હતી.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઇ બી. એન. ગોહિલે પોતાની ચતૂરાઇથી ટેમ્પાની છત પર સંતાડી લઇ જવાતો દારૂ પકડી પાડ્યો હતો. તેમણે બાતમીના પગલે પોતાના સ્ટાફ સાથે નાકાબંધી હાથ ધરી હતી અને દમણ તરફથી આવતા એક ટેમ્પો નં. જીજે15એક્સ5336 ને અટકાવી તેની જડતી લીધી હતી. જોકે, તેમાં દારૂ મળ્યો ન હતો. ત્યારબાદ પીએસઆઇની ચતુરાઇથી તેમણે ટેમ્પાની છતર પર તાડપત્રીની નીચે તપાસ કરતાં અહીં સંતાડેલી દારૂની 2376 બોટલો કિ. રૂ. 1.87 લાખની મળી આવી હતી. જેને પોલીસે કબજે કરી ટેમ્પામાં સવાર રાજેશ હળપતિની ધરપકડ કરી દારૂ ભરાવનાર સનદ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

(8:48 pm IST)