ગુજરાત
News of Wednesday, 28th April 2021

વિદ્યાર્થીઓમાં આનંદ : માસ પ્રમોશન બાદ વેકેશન જાહેર

અગાઉના વર્ષ મુજબ નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરાશે : શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ ૨૧ માં શાળાઓમાં ઉનાળું વેકેશન ૦૩-૦૫-૨૦૨૧થી ૦૬-૦૬-૨૦૨૧ દરમ્યાન રહેશે

ગાંધીનગર, તા. ૨૮ : સાંપ્રત વૈશ્વિક કોરોના મહામારીની સમસ્યાને કારણે નવું શૈક્ષણિક વર્ષ અગાઉ મુજબ અર્થાત ઉનાળું વેકેશન પૂરૂ થયેથી શરૂ કરવાનું રહેશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ ૨૧ માં શાળાઓમાં ઉનાળું વેકેશન તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ દરમ્યાન રહેશે. કોરોના (ર્ઝ્રંફૈંડ્ઢ ૧૯)નાં સંક્રમણથી ઉત્પન્ન થયેલ વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી /અધિકારીઓ પૈકી જે કર્મચારી/ અધિકારીઓને કોઈ કામગીરી સોંપવામાં આવેલ ન હોય તેવા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી/અધિકારીઓએ શાળાએ આવવાનું રહેશે નહીં.

જો કે, રાજ્ય સરકાર અને / અથવા સ્થાનિક સત્તાતંત્ર દ્વારા કોઈપણ કામગીરી સોંપવામાં આવે તો તેના અનુસંધાને રાજ્ય સરકાર અને / અથવા રથાનિક સત્તાતંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ખાનગી શાળાઓ ( સ્વનિર્ભર શાળાઓ ) ના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ જવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

નિયામક, પ્રાથમિક શિક્ષણની કચેરી તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી ગ્રાન્ટ ઈન એઈડ તથા સ્વનિર્ભર શાળાઓએ તથા તે શાળાનાં શિક્ષકોએ નવા શૈક્ષણિક વર્ષ માટે ઉક્ત ફચેરીઓ દ્વારા નક્કી કરવામાં આવનાર શૈક્ષણિક કેલેન્ડરની સૂચનાઓનું અવશ્યપણે પાલન કરવાનું રહેશે.

(9:30 pm IST)