મોડાસા:શામળાજી નજીક પીકઅપ ડાલાનો પીછો કરી પોલીસે 2.92 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
મોડાસા: શામળાજી પોલીસની એક ટીમ દ્વારા નેશનલ હાઈવે ઉપરની અણસોલ બોર્ડર પોલીસ ચોકી પર વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.દરમ્યાન રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલ બોલેરો પીકઅપ ડાલા નં.જીજે.૦૬.બીટી.૧૧૦૯ ને હાથનો ઈશારો કરી પોલીસે અટકાવવાનો પ્રયાશ કર્યો હતો. પરંતુ પોલીસ ટીમ જોઈ પીકઅપ ડાલાના ચાલકે પોતાના કબ્જાનું ડાલુ પુરઝડપે ભગાવ્યું હતું.પરિસ્થિતિ પારખી ગયેલા પોલીસ જવાને શામળાજી પોલીસ સ્ટેશન ખાતે પોસઈ એ.આર.પટેલ ને ફોન કરતાં જ પોસઈ સહિતની ટીમે તાબડતોડ શામળાજી પોલીસ સ્ટેશને નાકાબંધી કરી હતી. દરમ્યાન આ પીકઅપ ડાલુ આવી પહોંચતા પોલીસે કોર્ડન કરી આ ડાલુ ઝડપી લીધું હતું.
બોલેરો પીકઅપ ડાલામાં ચેકીંગ કરાતા અંદર કાપડના જુના ગાદલાની આડમાં છુપાવી રાજયમાં ઘુસાડાતો વિદેશી દારૂ પેટી નં.૭૯ કિં.રૂ.૨,૯૨,૫૩૦ નો જથ્થો ઝડપી પડાયો હતો. પોલીસે ચાલક વિનોદ અરવીંદભાઈ ગોહિલ રહે. દહેજવાડી ફળીયુ, વાગરા, જિ.ભરૂચ ને ઝડપી લીધો હતો.અને આ દારૂનો જથ્થો ભરી આપનાર આરોપી પવનકુમાર શંકરલાલ સોયલ રહે.પલાણા,જિ.ઉદેપુર સહિત બંને આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કુલ મળી રૂ.૬,૯૩,૦૬૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.