ગુજરાત
News of Wednesday, 28th April 2021

અમદાવાદ: વટામણના બસ સ્ટેન્ડ નજીક પોલીસે વોચ ગોઠવી બાતમીના આધારે આઇશરમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

અમદાવાદ:જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે જીલ્લા પોલીસવડાની સુચનાથી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ધોળકા તાલુકાના વટામણ ગામના બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી જેમાં બાતમીના આધારે બંધ બોડીની આયશર પસાર થતાં તેને રોકી તલાસી લેતાં તેમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેમાં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૬૬૩ કિંમત રૂા.૩૧.૬૮ લાખ તથા મોબાઈલ ફોન નંગ- કિંમત રૂા.૧૦,૦૦૦, રોકડ રૂા.૧૧,૦૦૦ તથા આયશર કિંમત રૂા.,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૩૮.૮૯ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો કમલેશકુમાર ભભુતારામ બીસ્નોઈ ..૨૮ તથા ઓમપ્રકાશ રૂગનાથજી બીસ્નોઈ ..૩૦ બંન્ને રહે.રાજસ્થાનવાળાને ઝડપી પાડયા હતાં. જ્યારે કામગીરીમાં જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ, એલસીબી પીઆઈ આર.જી.ખાંટ, પીએસઆઈ જી.એમ.પાવરા, પીએસઆઈ આર.એસ.સેલાણા સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી.

(5:07 pm IST)