ગુજરાત
News of Wednesday, 28th April 2021

જોરદાર કટાક્ષમય વિડીયો સાથે શંકરસિંહનું ટવીટ

નહી ચાહીએ ઐસે -અચ્છે દિન, અબ કી બાર, માફી માંગો....

રાજકોટ,તા. ૨૮ : દેશમાં કોરોના પછી સર્જાયેલ વિષય પરિસ્થિતીમાં શાસકોની ટીકા કરતો એક વિડીયો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલાએ આ વિડીયો ટ્વીટ કર્યો છે.

કટાક્ષમય આ વિડીયોમાં ત્રણ-ચાર પાત્રો અંદરો-અંદર સંવાદ કરી રહ્યા છે. જેમાં અચ્છે દિન, કાળા ધનની વાપસી વગેરેના વાયદાના મુદ્દા ઉઠાવાયા છે. પેટ્રોલ કે દામ કમ હુએ કયા ? કહાં ગયા કાલાધન ? વગેરે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ૧ાા મીનીટના વિડીયોના અંતમાં એક પાત્ર બોલે છે વોટ માંગને -આયેે હો ? તુમ્હે વોટ દેના હૈ ? ફીર સે ? હકિકત કબ તક છુપાઓગે ? જવાબ દેના પડેગા. નહિ ચાહીએ ઐસે-અચ્છે દિન અબ કી બાર વોટ નહીં માફી માંગો.

(4:27 pm IST)