ગુજરાત
News of Wednesday, 28th April 2021

રાજપીપળા શહેરમાં ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ઝડપથી કરવા ભાજપ સાંસદે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા નગર પાલીકા ખાતે ભુગર્ભ ગટર યોજનાની કામગીરી હાલ અંત્યત મંદ ગતીએ ચાલી રહી છે . હાલ આ ભુગર્ભ ગટર યોજનાની કામગીરી હોળીના તહેવાર બાદ તદન બંધ છે,નગરમાં હાલ ઠેરઠેર માટીના ઢગલાઓ તથા ખોદકામ કરેલ ખાડાઓ હોવાના કારણે શહેરીજનોને અવર - જવર કરવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , રાજપીપલા નગરમાં અગાઉ પણ ભુગર્ભ ગટર યોજનાના કામના અમુક કોમ્પોનેટસની કામગીરી હાથ ધરવામાં આવી હતી , તેમજ અગાઉના ફેઝની કામગીરી માં ઈજારદાર અધરૂ કામ છોડીને જતા રહયા હતા, જેથી ભુગર્ભ ગટર યોજના કાર્યાન્વિત ન થઈ શકેલ હતી , જેના કારણે રાજપીપલા શહેરના નગરજનોને આ ભુગર્ભ ગટર યોજનાનો લાભ મળ્યા ન હતા જેથી અહીંના વિસ્તારના લોકોમાં ખુબ જ રોષ તથા અસંતોષની લાગણી ઉદભવી રહી છે , તંત્ર દ્રારા એજેન્સી મે.એન.પી. પટેલ એડ કો.ઓ.અમદાવાદને વારંવાર આ કામ ઝડપભેર તેમજ ગુણવતાસભરનું થાય તે માટે સુચના આપવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી તેથી આ વિગતોને ધ્યાને લઈ પ્રજાલક્ષી આ કામો ઝડપથી અને ગુણવતા સભર રીતે પૂર્ણ થાય અને રાજપીપલાના નગરજનોને સમયસર આ યોજનાનો લાભ મળે તે માટે યોગ્ય ઘટતુ કરવા ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવા એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો છે.

(10:42 pm IST)