ગુજરાત
News of Wednesday, 28th April 2021

સાકવા ગામમાં દીકરાના લગ્નમાં 200થી વધુ માણસો એકઠા કરનાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં રાજપીપળા શહેર કરતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતું હોવાથી નર્મદા પોલીસે હવે ગ્રામ્ય વિસ્તરો પર લાલ આંખ કરી છે જેમાં લગ્ન પ્રસંગમાં કાયદાનું પાલન ન કરતા લોકો પર કાયદાનો સંકજો કસ્યો હોય સાકવા ગામમાં પણ લગ્ન પ્રસંગમાં વધુ માણસો ભેગા કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ નાંદોદ તાલુકાના સાંકવા ગામમાં રહેતા જયંતીભાઈ ગોવિંદભાઇ તડવીએ તેમના પોતાના દિકરા વિરેન્દ્રકુમાર જયંતીભાઇ તડવીના લગ્ન પ્રસંગમાં ૨૦૦ થી ૨૫૦ જેટલા લોકો એકત્રિત કરી સોશ્યલ ડીસ્ટન્સનું પાલન નહી કરી જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાના જાહેરનામાનો ભંગ કરતા રાજપીપળા પીએસઆઇ આઈ.આર.દેસાઈએ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરતા અન્યો માં પણ ફફડાટ ફેલાયો છે.

(10:26 pm IST)