ગુજરાત
News of Tuesday, 28th March 2023

ભાજપના આગેવાનો અધિકારીઓ તથા કોન્‍ટ્રાક્‍ટરો પાસેથી હપ્‍તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા આક્ષેપો સાચા હોવાનું સાંસદ મનસુખ વસાવાનું નિવેદન

અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા નનામો પત્ર વાયરલ કરતા હકીકત સામે આવી

નર્મદાઃ ગુજરાત સરકારના સાંસદ હોવા છતાં નર્મદાના સાંસદ મનસુખ વસાવા સરકાર સામે અનેક સવાલો કરતા હોય છે. તેઓ પોતાના જિલ્લાના વિવિધ પ્રશ્નો ઉઠાવતા રહે છે. મનસુખ વસાવા જ્યારે પણ બોલે છે બેફામ બોલે છે. તેઓ સરકાર સામે બોલતા પણ અચકાતા નથી. ત્યારે નર્મદા જિલ્લામાં ચાલતી હપ્તાખોરી પર એક વીડિયો વાયરલ થયો છે. જેના પર મનસુખ વસાવાએ કહ્યું કે, હા હપ્તા ઉઘરાવાયા છે. 

નર્મદામાં હપ્તાખોરી ચાલતી હોવાનો પત્ર વાયરલ થયો છે. ભાજપના આગેવાનો હપ્તા ઉઘરાવતા હોવાનો આરોપ મૂકાયો છે. પત્રમાં લખાયું છે કે, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો પાસે હપ્તા ઉઘરાવાયા છે. આ પત્રમાં થયેલા તમામ આક્ષેપો સાચા છે. આ પત્રમાં તમામ પક્ષના નેતાના નામ સાથે ઉલ્લેખ કરાયો છે.

કેટલાક નેતાઓ પહેલાં અધિકારીઓ પાસે પ્રજાને ગેરમાર્ગે દોરવા તપાસ કરાવે છે, અને પછી એ જ અધિકારીઓ પાસે હપ્તા ઉઘરાવવામાં આવે છે. તેમના પત્રમા ઉલ્લેખ કરાયો છે. ત્યારે મનસુખ વસાવાએ પણ કહ્યું કે, બધા જ લોકોને ખંડણી આપે, બધા જ લોકોને હપ્તા આપે છે. તેનાથી વિકાસના કામો પર માઠી અસર પડે છે. તેવુ પત્રમાં લખ્યું છે. વાત સાચી પણ છે. કે બધા જ લોકો, બધા જ નેતાઓ જો અધિકારીઓ પાસેથી રેગ્યુલ હપ્તા ઉઘરાવશે, અને ખંડણી ઉઘરાવશે તો સરકારના પૈસાનો દુરુપયોગ થવાનો છે. ને પ્રજાના જે રીતે કામો થવાના છે તે નહિ થાય. 

અધિકારીઓ અને કોન્ટ્રાકટરોએ ત્રાસીને ઉચ્ચ કક્ષા સુધી નનામો પત્ર વાયરલ કર્યો છે, ત્યારે સાંસદ મનસુખ વસાવાને પણ પત્ર મળ્યો છે. તેઓએ કહ્યું કે, પત્રમાં કરાયેલા તમામ આક્ષેપો સાચા છે. કેટલાક નેતાઓ અધિકારીઓ પાસે પ્રજાને ગેરમાર્ગે દોરવા તપાસ માંગે છે અને એ જ અધિકારીઓ પાસે હપ્તા લે છે. પત્રમાં તમામ પક્ષના નેતાઓના નામ સાથે ઉલ્લેખ કર્યો છે.

(5:44 pm IST)