ગુજરાત
News of Tuesday, 28th March 2023

તાપી નદીમાં ઝંપલાવેલા વૃદ્ધને કોન્‍સ્‍ટેબલે બચાવ્‍યા

સુરતના બહાદુર પોલીસ જવાનનું અદમ્‍ય સાહસ

સુરત,તા. ર૮ :  પોલીસ કોન્‍સ્‍ટેબલની બહાદૂરી ચર્ચાનો વિષય બની છે. સુરતમાં પોલીસકર્મીની સતર્કતા અને બહાદુરીને કારણે એક વળદ્ધનો જીવ બચ્‍યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના રાંદેર અને કતારગામને જોડતા કોઝવે પરથી તાપી નદીમાં એક વળદ્ધે છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે રાહદારીઓનું ટોળે એકઠું થઈ ગયું હતું. સ્‍થાનિકો દ્વારા આ અંગે ફોન કરીને પોલીસને જાણ કરાતા જ ચોકબજાર પોલીસ મથકના બે પોલીસકર્મી ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા.

જે બાદ પાણીમાં તડફડિયાં મારી રહેલા વળદ્ધને જોતા વેત ચોકબજાર પોલીસ સ્‍ટેશનના કોન્‍સ્‍ટેબલ ચિંતન રાજ્‍યગુરુએ પોતાના જીવની પરવાહ કર્યા વગર તાત્‍કાલિક નદીમાં છલાંગ લગાવી હતી. જ્‍યારે અન્‍ય એક પોલીસ કોન્‍સ્‍ટેબલ રાહુલભાઈએ પાણીમાં દોરડું નાખ્‍યું હતું અને વળદ્ધને નદીમાંથી બહાર કાઢવામાં આવ્‍યા હતા

(5:12 pm IST)