ગુજરાત
News of Saturday, 28th March 2020

સુરત મનપાનો મોટો નિર્ણંય : શહેરમાં 60 અર્બન ક્લિનિક ખોલાશે :ભરતી માટે જાહેરાત આપી દીધી

60 અર્બન ક્લિનિક સાથે સ્મિમેર હોસ્પિટલમાં વધારના 50 બેડની સુવિધા ઉભી કરાશે : 28 વેન્ટીલેટરની સુવિધા સાથે 70 પેરામોનીટરીગના સાધનો તાકીદે ખરીદાશે

 

સુરત : સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસનો એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી સુરત શહેર માટે સારા સમાચાર છે. પરંતુ તકેદારીના ભાગ રૂપે સુરત મનપા કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. આગામી દિવસોમાં શંકાસ્પદ વ્યિક્તઓની સંખ્યામાં વધારો થાય તો સ્થિતિને પહોચી વળવા માટે 60 જેટલા અર્બન કલિનિક કાર્યરત કરવામાં આવનાર છે. જગ્યાની પંસદગી કરવા સાથે એમબીબીએસ ડોકટરો માટે સુરત મનપા દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે. તબીબો મળતાની સાથે અર્બન ક્લિનિક શરૂ કરી દેવામાં આવશે.

 

મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે 60 અર્બન ક્લિનિક સાથે સ્મિમેર હોસ્પિટલમાં વધારના 50 બેડની સુવિધા ઉભી કરવામાં આવશે. ઉપંરાત 28 વેન્ટીલેટરની સુવિધા ઉભી કરવા સાથે 70 પેરામોનીટરીગના સાધનો તાકીદે ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ સ્મિમેર હોસ્પિટલમાં 41 તબીબો અને 125 નર્સ ફરજ બજાવી રહ્યા છે. જરૂરીયાત જણાઇ આવતા મોખિક ઇન્ટરવ્યું લઇ બે પલમોરી ફીઝીશ્યન તબીબ અને બે એનેસ્થેટીસ્ટની નિમણુંક આપવામાં આવી છે.
સુરત શહેરના માથે આવેલી મહામારી સામે લડત આપવા સુરત મનપાના નિવૃત કર્મચારીઓને વોલિએન્ટર તરીકે મદદ આપવાની અપીલ મ્યુ કમિશ્નર દ્વારા કરવામાં આવી હતી. મ્યુ કમિશ્નરે કહ્યું હતું કે, સુરત મનપાના તમામ કર્મચારીઓ હાલ કોરોના વાયરસ અંતર્ગત હાથ ધરવામાં આવેલી કામગીરીમાં જોતરાઇ ગયા છે. કેટલાક શ્રમજીવી વિસ્તારોમાં પુરતી મદદ પહોચાડી શકાય તે માટે સુરત મનપાના નિવૃત કર્મચારીઓ વોલયેન્ટર તરીકે ફરજ બજાવે તેવી અપિલ કરવામાં આવે છે. સાથે શહેરીજનો પણ સ્વૈચ્છિક મદદ કરવા માંગતા હોય તો તેઓ પણ મદદ કરી શકશે. સુરત જિલ્લાના સરકારી વકીલોએ એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો - કોરોના વાયરસની મહામારીને પગલે કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાની અપીલને ધ્યાને લઇ સુરત જિલ્લા સરકારી વકીલ તથા અન્ય સરકારી વકીલો દ્વારા પોતાનો એક મહિનાનો પગાર કેન્દ્ર સરકારને પ્રજા હિતમાં આપવાનું નક્કી કરાયું છે. જેથી તમામ સરકારી વકીલોનો પગાર 3.35 લાખ જમા કરાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાળા તેમજ તેમની સાથે ફરજ બજાવતા તમામ સરકારી વકીલો દ્વારા વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી અસરગ્રસ્તોને મદદની જાહેરાત કરવામાં આવી છે.

(1:01 am IST)