ગુજરાત
News of Saturday, 28th March 2020

આણંદમાં સવારના સુમારે ક્રિકેટ રમવાની ના પાડનાર પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરનાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી

આણંદ: શહેરના શિવમ મારૂતિ પાર્કમાં આજે સવારના સુમારે ક્રિકેટ રમવાની ના પાડનાર પિતા અને પુત્રને ઉશ્કેરાઈ જઈને માર મારતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે શિવમ મારૂતિ પાર્કમાં રહેતા સુંદરભાઈ અને તેમના બે પુત્રો ભરતભાઈ મકવાણાના ઘર આગળ ક્રિકેટ રમતા હતા. જેથી ભરતભાઈએ ના પાડતાં જ ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય જણાએ ભરતભાઈને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. મોઢાના ભાગે મુક્કો મારી દેતાં નાકના ભાગે ઈજાઓ થવા પામી હતી . જેથી તેમના પિતા શરદભાઈ વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝપાઝપી કરીને નીચે પાડી દઈને ઢસડ્યા હતા. દરમ્યાન પડોશીઓએ એકત્ર થઈને વધુ મારમાથી છોડાવ્યા હતા.

 

(5:43 pm IST)