ગુજરાત
News of Saturday, 28th March 2020

પેટલાદના મસીદયાવાડમાં મકાનના ભાગ બાબતે રાત્રીના સુમારે ઝઘડો કરી બે કાકાએ ભત્રીજાને માથામાં ભાગે મારમારી ઇજા પહોંચાડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

પેટલાદ:શહેરના મસીદયાવાડ જુમ્મા મસ્જીદ પાસે ગત ૨૫મી તારીખના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે મકાન બાબતે ઝઘડી રહેલા બે કાકાઓની વચ્ચે પડતાં ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈએ માથામાં લોખંડની પાઈપ મારી દેતાં હાલત ગંભીર થઈ જવા પામી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી મોનીસખાન યાસીનખાન પઠાણ ગત ૨૫મી તારીખના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે મસ્જીદમાંથી નમાઝ પઢીને ઘર તરફ જતા હતા ત્યારે કાકા બુગદાદખાન પઠાણ અને મહેબુબખાન વારસખાન પઠાણ ઝઘડતા હતા જેથી મોનીસખાન વચ્ચે પડ્યા હતા અને છોડાવ્યા હતા. જેની રીસ રાખીને મહેબુબખાન તેમના પુત્રો સોહિલખાન અને સજાદખાને મોનીસખાન સાથે ઝઘડો કર્યો હતો અને મોનીસખાનને પકડી રોકીને સજાદખાને લોખંડની પાઈપ લઈ આવીને માથામા કપાળ ઉપર મારી દેતાં લોહીલુહાણ થઈ ગયો હતો.

(5:42 pm IST)