ગુજરાત
News of Saturday, 28th March 2020

ખેડા જિલ્લામાં કલમ 144નો ભંગ કરનાર 51 શખ્સોને પોલીસે ઝડપી કડકાઈ દાખવતા અન્યમાં ફફડાટ

ખેડા: જિલ્લામાં કોરોના વાઈરસને પગલે ખેડા જિલ્લામાં ૧૪૪ ની કલમ લાગુ કરી ચાર કરતાં વધુ લોકાના એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં જિલ્લાના વિવિધ ઠેકાણે બેજવાબદાર વ્યક્તિઓ ટોળામાં એકત્રિત થઈ જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે. આવા લોકો સામે જિલ્લા પોલીસ તંત્ર કડકાઈ દાખવી રહ્યું છે.

જેને લઈ વીતેલા ચોવીસ કલાક દરમિયાન કપડવંજ ટાઉન પોલીસે , નડિયાદ પશ્ચિમ પોલીસે , નડિયાદ રૃરલ પોલીસે અને મહેમદાવાદ પોલીસે ૧૬, મહુધા પોલીસે , સેવાલિયા પોલીસે અને નડિયાદ ટાઉન પોલીસે વ્યક્તિઓ મળી ખેડા જિલ્લામાંથી કુલ ૫૧ વ્યક્તિઓ કલમ ૧૪૪નો ભંગ કરતાં ઝડપાઈ ગયાં હતાં. તમામ શખ્સો વિરૃધ્ધ પોલીસે આઈપીસી કલમ ૧૮૮ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:41 pm IST)