ગુજરાત
News of Saturday, 28th March 2020

કોરોના લોકડાઉન વચ્ચે પણ નર્મદા પોલીસની સેવાકીય કામગીરી : નર્મદા ટ્રાફિક પીએસઆઇ ગલચરની સેવાકીય કામગીરી

સુરતથી પગપાળા આવતા કેટલાક શ્રમજીવીઓને ગાડીમાં બેસાડી આદર્શ નિવાસી શાળામાં પહોંચાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના લોકડાઉન વચ્ચે કેટલાક મોટા શહેરોમાં જાહેરનામાંના ભંગ બદલ પોલીસ કડક વલણ અપનાવે છે એવા સમયે નર્મદા પોલીસની માનવતા જોવા મળી ત્યારે આ કામગીરી જોઈ કોઈનું પણ હૃદય પીગળી જાય એ સ્વાભાવિક છે.

 જાણવા મળ્યા મુજબ હાલ લોકડાઉન લાગુ થતા બહાર ન શહેરોમાં મજૂરી કામ અર્થે ગયેલા હજારો શ્રમજીવીઓ વાહન વ્યવહાર બંધ થતાં પગપાળા વતનની વાટ પકડી રહયા છે તેવામાં અમુક જિલ્લામાં તંત્ર એક સાથે આવતા આવા લોકોને અટકાવી રહી હોય ત્યારે આવી સ્થિતિમાં નર્મદા પોલીસે ખૂબ સંયમ અને માનવતા સાથે પોતાની ફરજ નિભાવી હોય સુરતથી નીકળી પગપાળા નાંદોદના વિશાલખાડી હાઇવે તરફ આવતા ૨૦૦ જેટલા શ્રમજીવી ઓમાં કેટલાક મધ્યપ્રદેશ,દાહોદ,ભાવનગર તરફના હોય ટ્રાફિક પીએસઆઇ કે.એલ.ગલચરની ફરજ દરમિયાન આ લોકો પર નજર પડતા તેમણે તથા તેમની પોલીસ ટીમે

 ચાહ નાસ્તો કરાવી લગભગ ૮૦ જેટલા શ્રમજીવીઓને રાજપીપળા નજીકની આદર્શ નિવાસી શાળામાં પોતાની ગાડીમાં પહોંચાડ્યા હતા.

 આ શાળામાં નર્મદા વહીવટી તંત્ર દ્વારા શ્રમજીવી માટે રહેવા,જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પગપાળા આવી રહેલા બાકીના શ્રમજીવીઓ ને પણ તંત્ર એ ત્યાં પહોંચાડતા હાલ ૨૦૦ જેવા લોકો ત્યાં આશ્રય લઈ રહ્યા છે.નર્મદા પોલીસે આવા તમામ લોકોને અહીંયા લાવવા માટે વાહનો મોકલી વ્યવસ્થા ગોઠવી હતી.નર્મદા વહીવટી તંત્ર શ્રમજીવીઓ માટે આ તબક્કે આશીર્વાદરૂપ કામગીરી કરતું જોવા મળ્યું હતું.

(4:54 pm IST)