ગુજરાત
News of Saturday, 28th March 2020

અમદાવાદના બાપુનગર વિસ્‍તારમાં ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને સેવાભાવીઓ દ્વારા ગરીબ લોકો માટે ભોજનની સુવિધાનો પ્રારંભ

અમદાવાદ: હાલમાં ગુજરાતમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે ત્યારે લોકોની મદદ કરવા માટે રાજનેતાઓ આગળ આવ્યા છે. અમદાવાદના અસારવા વિધાનસભામાં ધારાસભ્ય પ્રદીપ પરમારનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. અહીં ગરીબ ભૂખ્યા નાગરિકો પુરી શાક અને બુંદીનું ભોજન આપવામાં આવી રહ્યું છે. આ સિવાય તેમના દ્વારા સિવિલ હોસ્પિટલ, ચાલીઓ, ઝૂંપડપટ્ટીઓ અને માર્ગ પર સુતા ગરીબોને પણ નિશુલ્ક ભોજનની સુવિધા આપવામાં આવી રહી છે.

આ કટોકટીના સમયમાં પૂર્વ વિસ્તારોમાં માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાપુનગર વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને સેવાભાવી નાગરિકોની મદદથી ગરીબો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું છે જેમાં તેમને મફતમાં જમાડવામાં આવે છે. આ વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઘરેથી એક વ્યક્તિ આવીને ફૂડ પેકેટ લઈ જાય છે. આ ફૂડ પેકેટમાં પુરી શાક, દાળ ભાત અને ફરસાણ આપવામાં આવે છે.

આ વ્યવસ્થા પછી ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પરપ્રાંતીય અમદાવાદ ન છોડે એવી અપીલ કરી છે તેમજ કહ્યું છે કે સંકટના સમયમાં કોંગ્રેસ પક્ષ પણ સરકારની સાથે છે.

(5:32 pm IST)