ગુજરાત
News of Saturday, 28th March 2020

અમદાવાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ કરે છે નિયમનું પાલનઃ એકબીજાથી અંતર રાખીને ભોજન વ્‍યવસ્‍થા

અમદાવાદ: વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસના હાહાકારના પગલે સમગ્ર દેશમાં 21 દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે પરંતુ પોલીસ ઈમરજન્સી સેવા સાથે જોડાયેલા લોકો સતત પોતાની સેવામાં પરિવાર સાથે સમય નથી આપી શકતા. હાલમાં અમદાવાદ પોલીસ લોકડાઉનમાં કાબિલેતારીફ ફરજ અદા કરી રહી છે. પોલીસ લોકોનું ધ્યાન રાખવાની સાથેસાથે પોતાનું અને પરિવારજનોનું ધ્યાન રાખવા પણ એટલી જ તકેદારી રાખી રહી છે.

લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ માટે અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમવાની વ્યવસ્થા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ કરવામાં આવી હતી. આ વ્યવસ્થામાં ધ્યા રાખવામાં આવ્યું હતું કે ભોજન માટે આવનાર તમામ પોલીસકર્મીઓ એકબીજાથી એક મીટરનું અંતર રાખી જમી શકે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ પોલીસકર્મીઓ અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા હોય છે અને આ કારણોસર પોલીસકર્મીઓ દ્વારા આ તકેદારી રાખવામાં આવી રહી છે.

(4:41 pm IST)