ગુજરાત
News of Sunday, 28th February 2021

ગાંધીજી સાથે દાંડીકૂચમાં ભાગ લઈ ચુકેલા જસદણના 105 વર્ષના હીરાબા એ કર્યું મતદાન:આટલા વર્ષમાં એક પણ વખત ચૂક્યા નથી

પોતાના ઘરેથી ચાલીને મતદાન મથકે પહોંચ્યા: લાકડીના ટેકા વગર ચાલી શકે છે

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. ત્યારે આજ સવારથી જ મતદારોની લાંબી લાઇન લાગી છે. ત્યારે યુવાનોને શરમાવે તેવા 105 વર્ષના હીરૂબેને જસદણના વીરનગર ગામમાં મતદાન કરી મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. હીરૂબેન ગામમાં હીરાબાના નામથી ઓળખાય છે.

હીરાબા હરજીભાઇ વઘાસીયાએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, મેં ગાંધીજી સાથે દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો. તેમજ એક પણ વખત હું મતદાન કરવાનું ચૂકી નથી. હીરાબાએ જણાવ્યું હતું કે, પૌત્ર લાલજીભાઇએ જણાવ્યું હતું કે,મારા દાદી બિમાર પડે એટલે 100 ગ્રામ ગાંઠિયા ખાય એટલે સારૂ થઇ જાય. મારા દાદી હંમેશા અમારી સાથે રાજાશાહીની વાત કરે છે. મારા દાદીનું પિયર હલેન્ડા ગામ છે.હીરાબા વઘાસીયા વીરનગર ગામની શાળામાં મતદાન કરવા આવ્યા હતા. પોતાના ઘરેથી ચાલીને મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓ આજે પણ લાકડીના ટેકા વગર ચાલી શકે છે અને ઘરનું દરેક કામ હોંશે હોંશે કરે છે. હીરાબાના પતિ હરજીભાઇનું 40 વર્ષ પહેલા થયું હતું. હીરાબાએ આજે ઘરમાં રહેલી પાંચમી પેઢીને પણ શીખ આપી હતી કે, લોકશાહીના પર્વમાં મતદાન અચૂક કરવું જોઇએ.

 

(6:56 pm IST)