ગુજરાત
News of Sunday, 28th February 2021

પંચમહાલના કલોલ તાલુકાના શકિતપુરા વસાહત-રના લોકોનો મતદાનનો બહિષ્કાર

બપોરે ૧ સુધીમાં એક પણ મત પડયો નથી

પંચમહાલ :પંચમહાલમાં હાલ શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે. પંચમહાલના દરેક તાલુકામાં મતદાન માટે લાંબી લાઈનો લાગી છે. લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ, પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત 2 માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેને પગલે પોલીસ પણ દોડતી થઈ છે.

પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત 2 માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાન શરૂ થયાના 4 કલાકથી વધુ સમય વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ મતદાન ન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ડીવાયએસપી પીઆઇ સહિતનો પોલીસ કાફલો સીઆરપીએફની ટુકડી અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 1994 થી અહીં મધ્યપ્રદેશના વિસ્થાપીતો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અધિકારિઓ દ્વારા સમજાવટના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. છેલ્લા એક કલાકથી અધિકારીઓ સ્થાનિકોને સમજાવી રહ્યાં છે. સમજાવટના તમામ પ્રયત્નો અત્યાર સુધી નિષ્ફળ રહ્યાં છે.

આ પણ વાંચો : ‘હાર્દિક પટેલની કમનસીબી કે તેમના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નથી... એકપણ પાટીદારને ટિકિટ ન અપાવી શક્યા’

પંચમહાલ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11 માટેના તેલંગ હાઇસ્કુલ ખાતેના મતદાન મથકે તેઓએ પોતાનો મત આપ્યો છે. મતદારોની લાઇનમાં ઉભા રહીને અને કોવિડની એસઓપી ગાઈડલાઈન અનુસાર મતદાન કર્યું હતું.

(2:22 pm IST)