ગુજરાત
News of Sunday, 28th February 2021

પાવીજેતપુરમાં પ્રાથમિક શાળામાં ઈવીએમ ખોટકાયું :બીજી વખત ઈવીએમ બગડતાં મતદારો રોષે ભરાયા

રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે 

  પાવીજેતપુરમાં પ્રાથમિક શાળામાં ઈવીએમ ખોટકાયું હતું. સવારથી બીજી વખત ઈવીએમ બગડતાં મતદારો રોષે ભરાયા હતા. અમુક મતદારોએ વોટ નહીં આપવાનું પણ જણાવ્યું હતું.

(11:42 am IST)