ગુજરાત
News of Sunday, 28th February 2021

કાલે રાજ્યની 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી

81 નગર પાલિકાના 680 વોર્ડની કુલ 2720 બૈઠકોં પૈકી 95 બેઠકો બિનહરીફ : 31 જિલ્લા પંચાયતોની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ : 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પૈકી 117 સીટ બિન હરીફ : 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ત્રણ સીટ પૈકી એક બેઠક બિન હરીફ

અમદાવાદ : રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણી અને મતગણતરી પૂર્ણ થયા બાદ હવે કાલે રાજ્યની 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે મતદાન યોજાનાર છે

 રાજ્યની 81 નગર પાલિકાના 680 વોર્ડની કુલ 2720 બૈઠકોં પૈકી 95 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે જયારે 31 જિલ્લા પંચાયતોની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ થઇ છે તેમજ 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પૈકી 117 સીટ બિન હરીફ જાહેર થવા સાથે 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ત્રણ સીટ પૈકી એક બેઠક બિન હરીફજાહેર થઇ છે

(9:23 pm IST)