News of Thursday, 28th February 2019
ઢુંઢર રેપ કાંડમાં ચૂકાદો : દોષિત પરપ્રાંતીય યુવકને 20 વર્ષની સખત કેદ અને 5 હજારનો દંડ ફટકારાયો
દોષિત પરપ્રાંતિય યુવકે દોઢ મહિનાની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું
સાબરકાંઠાના ઢુંઢર રેપ કાંડમાં ચૂકાદો સંભળાવી દેવાયો છે. જેમાં દોષિત પરપ્રાંતિય યુવકને 20 વર્ષની સખત કેદ તેમજ 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામં આવ્યો છે.
આ કેસમાં પોક્સો તેમજ બળાત્કારના ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રેપકાંડ પાંચ મહિના અગાઉ થયો હતો. જેમાં દોષિત પરપ્રાંતિય યુવકે દોઢ મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. જે બાદ લોકોમાં આ ઘટનાને લઇને જુવાળ પણ ફાટી નીકળ્યો હતો. ત્યારે આ કેસમાં કોર્ટે ખૂબજ ઝડપભેર ચૂકાદો આપીને આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે.
(8:56 pm IST)