વડગામના પિરોજપુર ગામે સ્થાનિકો એ બે ચોરને હિંમત દાખવી પકડી પાડ્યાઃ મેથી પાક પણ ચખાડ્યો
- બે યુવકને મેથી પાક આપી મુંડલન કરાવી ઢ઼ોલ નગારા સાથે વરઘોડો કાઢયો
વડગામ, બનાસકાંઠાના વડગામના પિરોજપુરા ગામે સ્થાનિકોએ બે ચોરને પકડી પાડ્યા હતાં. તેમજ ચોરને પકડી સ્થાનિકોએ પેથીપાક ચખાડ્યો હતો.
સ્થાનિકોને હાથે ચોર ઝડપાઈ જતા ચોરોના હાલ-બેહાલ કર્યો હતાં. બે દિવસ અગાઉ બનેલી ચોરીની ઘટના અંગે સ્થાનિકો બે યુવકને મેથીપાક આપી ત્યારબાદ મુંડન કરી ઢોલ-નગાર સાથે ગામમાં વરઘોડો કાઠ્યો હતો.
રાજ્યમાં ચોરીની અવાર-નવાર ઘટના બનતી હોય છે અને જેના ચોર પણ ઝડપાતા હોય છે પરંતુ બનાસકાંઠાના વડગામમાં ચોરીની ઘટના બની અને જે ચોરીની શંકાના આધારે બે યુવકોને ગામ લોકોએ પકડી હાલ-બેહાલ કર્યો છે. સ્થાનિકોએ બે ચોર યુવકોને પકડી ચોરી અંગે થોડી પૂછપરછ કરીને બાદમાં માર માર્યો હતો. ગ્રામલોકોએ માર મારવાથી સંતોષ ન થયો તો તેમણે તે બંન્ને શંકાસ્પદ ચોરોનું મુંડન કર્યું અને સમગ્ર ગામમાં ઢોલ-નગારા સાથે વરઘોડો કાઢ્યો હતો. ગળામાં 'હુ ચોર છું' તેવુ પોસ્ટર પહેરાવ્યું
પિરોજપુરા ગામે સ્થાનિકોએ ચોરને ઝડપીને માર મારી મુંડન કરીને ગામમાં ફેરવ્યા હતાં તે દરમિયાન તેમને ગળામાં "હું ચોર છું" લખેલો પોસ્ટર પહેરાવ્યો હતો. જે શંકાસ્પદ ચોરોને પોલીસ સ્ટેશન સુઘી ઢોલ-નગારા સાથે લઇ ગયા હતા અને પોલીસને સોંપ્યો હતાં.