ગુજરાત
News of Saturday, 28th January 2023

વડોદરામાં ઉમા એપાર્ટમેન્‍ટમાં લિફટ તૂટવાની ઘટના બનીઃ કોઇજાનહાની થઇ નથીઃ લિફટનો તાર તુટતા બીજા માળેથી લિફટ નીચે પટકાઇ

લીફટની ચેઇન પણ ફાયર બ્રિગેડને તુટેલી હાલતમાં મળી

વડોદરાઃ રાજ્યમાં વધુ એક કિસ્સો લિફ્ટ તૂટવાનો સામે આવ્યો છે. વડોદરામાં ઉમા એપાર્ટમેન્ટમાં લિફ્ટ તૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે.

વાઘોડિયા રોડ પર ઉમા એપાર્ટમેન્ટનીમાં લિફ્ટ તૂટી છે આ બધાની વચ્ચે હકારાત્મક વાત એ છે કે, કોઈ જાનહાનિ થઈ નથી.

વડોદરાના વાઘોડિયા રોડ પર ઉમા એપોર્ટમેન્ટમાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે, 4 લોકો લિફ્ટમાં બેસીને ઉતરતા સમયે લિફ્ટનો તાર તૂટ્યો છે. લિફ્ટનો તાર તૂટી જતા બીજા માળેથી લિફ્ટ નીચે પટકાઈ હતી. લિફ્ટ પટકાતા અંદર બેસેલા લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. ફાયરબ્રિગેડની મદદથી ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે. મેન્ટેનન્સના અભાવે લિફ્ટ તૂટી હોવાનો ખુલાસો થયો છે. લિફ્ટની ચેઇન પણ ફાયર બ્રિગેડને તૂટેલી હાલતમાં મળી આવી છે.

લિફ્ટ તૂટવાની ઘટનાને લઈ આજુબાજુના વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યું હતું. લિફ્ટ તૂટવાનો પ્રાથમિક તારણ એવું નીકળ્યું છે કે, મેન્ટેનન્શના અભાવે લિફ્ટનો તાર તૂટ્યો છે. મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ છે, લિફ્ટ સવાર ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

(11:54 pm IST)