ગુજરાત
News of Friday, 28th January 2022

નવાઘાંટા ગામે આંકડા લખનાર શખ્સને રૂપિયા 230 સાથે પોલીસે ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના નવાઘાંટા ગામે આંકડા લખતા એક શખ્સને રોકડ રૂપિયા સાથે આમલેથા પોલીસે ઝડપી લીધો હતો
મળતી માહિતી મુજબ આમલેથા પોલીસ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન તારીખ 27 જાન્યુઆરી એ બપોરે મળેલી બાતમીના આધારે નવાઘાંટા ગામે નિશાળ ફળીયામા લીંમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામા આંક ફરકના આંકડાઓ લખનાર ગુલભાઇ નરસિંહભાઇ વસાવા (રહે.નવાઘાંટા) ને આંકડા લખવાના સાહિત્ય તથા રોકડા રુપિયા ૨૩૦  ના મુદામાલ સાથે પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:17 pm IST)