ગુજરાત
News of Friday, 28th January 2022

નિકોલી ગામની જમીન બાબતે રિસ રાખી ધારીયું મારતા ઇજા, 3 વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવાપરા નિકોલી ગામના વ્યક્તિને જમીન બાબતે ધારીયું મારી ઇજા કરતા આમલેથા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે

પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ બપોરે બનેલી ઘટના બાબતે કંચનભાઇ કાશીભાઇ વસાવા,રહે નવાપરા ( નિકોલી )એ આપેલી ફરિયાદ અનુસાર તેમનો નિકોલી ગામની સીમમાં આવેલ જમીન બાબતે મામલતદારમાં કેશ ચાલતો હોય જે કેશની રીશ રાખી રામચંદ્રભાઇ નરપતભાઇ વસાવા ધારીયુ લઈને મારવા માટે દોડી આવતા ધારીયુ મારવા જતા કંચનભાઈ  બચવા માટે હાથ આગળ કરતા ધારીયું વાગી જતા ખબાથી જમણા હાથના ભાગે ઇજા કરી હતી,ત્યારબાદ તેમણે બુમાબુમ તેમનો છોકરો નરેન્દ્રભાઇ તથા મારી પત્ની જેઠી બેનનાઓ આવી જતા મને વધુ મારમાંથી બચાવેલ પરંતુ રામચંન્દ્રનું ઉપરાણ લઈ સંદિપભાઇ હરનીશભાઇ તથા રૂખીબેન બાલુભાઇ નાઓ પણ દોડી આવી અમારી સાથે બોલાચાલી ઝગડો તકરાર કરી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા આમલેથા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:15 pm IST)