પલસાણાના વરેલીમાં ભરબપોરે 40 વર્ષીય વિધવા મહિલાની ચપ્પુના ઘા મારી ક્રૂર હત્યા:પોલિસ દોડી
મહિલા એકલી હતી ત્યારે અજાણ્યા શખ્શ મહિલાને પેટના ભાગે ચપ્પુના ઘા તેમજ માથામાં બોડથ પ્રદાર્થ વડે માર મારી મોતને ઘાટ ઉતાડી ભાગી ગયો
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલીના પરપ્રાંતી વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી 40 વર્ષીય વિધવા મહિલા ઘરમાં એકલી હતી ત્યારે અજાણ્યા ઇસમે મહિલાને પેટના ભાગે ચપ્પુના ઘામારી મારી મોતને ઘાટ ઉતારી દેતા કડોદરા પોલિસ દોડતી થઈ હતી
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી વિસ્તારમાં ક્રાઇમએ સામાન્ય વાત છે પરપ્રાંતીયોથી ખીચોખીચ ભરેલા પલસાણા તાલુકાના વરેલી ગામના વલ્લભ નગરમાં આવેલ રાજદીપ રેસિડેન્સીના પહેલા માળે 122 નંબરના મકાનમાં રહેતી સંગીતાબેન કપિલભાઈ લોખંડે (40) મૂળ મહારાષ્ટ્રના ધૂળિયા જિલ્લાની રહેવાસી છે બે વર્ષ અગાઉ પતિ કપિલના મોત બાદ તે તેમાં દીકરા દીકરીના 5 સભ્યોના પરિવાર સાથે વરેલી ખાતે રહેતી હતી શુક્રવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં મહિલા એકલી હતી ત્યારે અજાણ્યા ઈસમ દ્વારા મહિલાને પેટના ભાગે ચપ્પુના ઘા તેમજ માથામાં બોડથ પ્રદાર્થ વડે માર મારી મોતને ઘાટ ઉતાડી ભાગી છૂટ્યો હતો મહિલાના પરિવાર સાંજના સમયે ઘરે આવતા મહિલાની લાશ પડેલી જોઈ ઘટના અંગે કડોદરા જી.આઈ.ડી.સી.પોલિસને જાણ થતાં સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પી.એમ અર્થે મોકલી તપાસ અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધવાની તજવીજ હાથધરી છે પોલિસ પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાના પરિવારના સભ્યોની પૂછપરછ હાથધરી છે