ગુજરાત
News of Friday, 28th January 2022

વાપીના મોરાઈ પાસે ઇગલ ગોલ્ડન ચીક્કી બનાવતી કંપનીમાં ભીષણ આગ:અંદાજિત 8 જેટલા ફાયર ફાઈટરોની ટીમે ઘટના સ્થળે

આગને કારણે કંપનીમાં રહેલ મશીનરી, રો-મટિરિયલ અને તૈયાર માલ મળી અંદાજિત દોઢ કરોડનું નુકસાન થયું: બે કલાકની મહેનત બાદ આગ પર કાબુ

(કાર્તિક  બાવીશી દ્વારા ) વલસાડ :વાપી નજીક મોરાઈ ગામ પાસે આવેલ પ્રસિધ્ધ આર. કે. ગૃહઉદ્યોગ સંચાલિત ઇગલ ગોલ્ડ ચીક્કી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. મોટી જાનહાની ટળી હતી. પરંતુ આગને કારણે કંપનીમાં રહેલ મશીનરી, રો-મટિરિયલ અને તૈયાર માલ મળી અંદાજિત દોઢ કરોડનું નુકસાન થયું હતું.ઇગલ ગોલ્ડ નામની ચીક્કી બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા શરૂઆતમાં અફરાતફરીનો માહોલ થયો હતો

 ભીષણ આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપની સંચાલકે અને કામદારોએ સમય સુચકતા વાપરી કામદારો ને બહાર કાઢ્યા હતાં. જ્યારે થોડો ઘણો તૈયાર ચિક્કીની પ્રોડકટ અને રો મટિરિયલ્સ પણ બહાર કાઢી તાત્કાલિક વાપી ફાયર,તેમજ નજીકની વેલસ્પન કંપનીના ફાયરને પણ જાણ કરતા અંદાજિત 8 જેટલા ફાયર ફાઈટરોની ટીમે ઘટના સ્થળે આવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગમાં આખી કંપની બળીને ખાખ થઈ છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જ્યારે આ આગ અગમ્ય કારણોસર લાગી હોવાનું અને તેમાં અંદાજિત દોઢ કરોડનું નુકસાન થયું હોવાનું સંચાલકે જણાવ્યું હતું.આગની  વાત વાયુવેગે ફેલાઈ  હતી

 

(8:26 pm IST)