ગુજરાત
News of Friday, 28th January 2022

વડોદરાની નંદેસરી ચોકડીથી વાસદ જવાના માર્ગ પર ટ્રકચાલકે બાઇકસવાર પિતા-પુત્રને હડફેટે લેતા પિતાનું ઘટનાસ્થળેજ મોત

વડોદરા:નંદેસરી ચોકડી થી વાસદ તરફ જવાના રોડ પર  નવા બંધાતા બ્રિજથી થોડે આગળ ટ્રકની અડફેટે બાઇક પર જતા પિતા પુત્રના ઘટનાસ્થળે કરૃણ મોત થયા હતા.ટ્રકના પાછળના વ્હીલમાં કચડાઇ જતા કમરનો નીચેનો ભાગ કચડાઇ ગયો હતો.જ્યારે પિતાનુ માથું છુંદાઇ ગયુ હતું.અકસ્માત પછી ટ્રકચાલક સ્થળ પર ટ્રક મુકીને ભાગી છૂટયો હતો. વડોદરા તાલુકાના રાયકા ગામમાં રહેતા નરેન્દ્રભાઇ રમણભાઇ સીંધા ગઇકાલે બપોરે બાર વાગ્યે ઘરેથી બાઇક લઇને વાસદ કામ અર્થે જવાનું કહીને પોતાના પુત્ર અરૃણને લઇને નીકળ્યા હતા.નંદેસરી ચોકડી થી વાસદ તરફ જવાના રસ્તા પર નવા બંધાતા બ્રિજથી થોડે આગળ એક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇકસવાર પિતા પુત્ર રસ્તા પર ફંગોળાયા હતા.ટ્રકના  પાછળના વ્હીલ રોડ પર  પડેલા પિતા પુત્ર પર ફરી વળતા પુત્રનો કમરની નીચેનો ભાગ કચડાઇ ગયો હતો.જ્યારે પિતાનું માથું છુંદાઇ ગયુ હતું.અકસ્માત બાદ ટ્રકચાલક સ્થળ પર ટ્રક છોડીને ભાગી ગયો હતો.સ્થળ પર ભેગા થયેલા ટોળા પૈકી કોઇ એક વ્યક્તિએ નરેન્દ્રભાઇના પિતાને જાણ કરતા તેઓ અન્ય સંબંધીઓ સાથે અકસ્માતના સ્થળે  પહોંચી ગયા હતા.દરમિયાન એમ્બ્યુલન્સ આવી જતા બંનેના મોત થયા હોવાનું જણાવ્યુ હતું.બનાવ અંગે નંદેસરી  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:18 pm IST)