ગુજરાત
News of Friday, 28th January 2022

વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં ટાવર પાછળ મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 6 શકુનિઓને ઝડપી પાડયા

વડોદરા: શહેરના જુના પાદરા રોડ વિસ્તારના એક મકાનમાં જુગાર રમતા 6 જણાંને પોલીસે ઝડપી પાડી રૂ.એક લાખ ઉપરાંતની મતા કબજે કરી હતી.

રાજવી ટાવર પાછળ સમજોતા નગર વસાહત માં રહેતો અસરફ અહેમદભાઈ રાઠોડ તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની વિગતો મળતાં પોલીસે મોડી રાતે દરોડો પાડયો હતો.

પોલીસે અશરફ રાઠોડ તેમજ જુગાર રમવા આવેલા કમલેશ બીપીન ભાઈ ચૌહાણ (સારસા ગામ આણંદ), શંભુભાઈ કાંતિભાઈ ચૌહાણ (સારસા ગામ), સુરેશ પ્રભાતસિંહ ઠાકોર, મેહુલ ભગવાનદાસ ઠાકોર અને હિતેશ વિનોદભાઈ ઠાકોર (ત્રણેય રહે. વિશ્વામિત્રી, કાલિદાસ ની ચાલી, વડોદરા) ને ઝડપી પાડી રોકડા રૂ. 7,960 કુલ 5 મોબાઇલ અને બે મોટરસાયકલ કબજે કરી તમામની અટકાયત કરી હતી.

(6:17 pm IST)