ગુજરાત
News of Friday, 28th January 2022

મહેસાણામાં સોશિયલ મીડિયા દ્વારા યુકે જવાની જાહેરાતથી શિક્ષિકાને 6 લાખ ગુમાવવાની નોબત આવી

મહેસાણા: સોશિયલ મિડીયામાં વર્ક પરમીટ વિઝા દ્વારા ગેરંટીથી યુકે મોકલવાની જાહેરાત જોઈને ભોળવાઈ ગયેલ મહેસાણા પંથકની એક શિક્ષિકાએ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનીને રૂ. લાખથી વધુની રકમ ગુમાવી હોવાની ઘટના સામે આવી છે. અંગે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે ગઠિયા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.મહેસાણા તાલુકામાં આવેલી એક ખાનગી સ્કુલમાં માસથી નોકરી કરી રહેલી એક શિક્ષિકા પોતાના મોબાઈલમાં એકાદ મહિના પહેલા ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ જોઈ રહ્યા હતા.તે વખતે તેમની નજરમાં ઈન્ડીયનકયુપીડ ડોટ કોમ નામની વેબસાઈડ જોઈ હતી.જેમાં યુકે જવા અને વર્ક પરમીટનું કામ ગેરંટીથી કરી આપવાની વિગતો લખી હતી.જેથી ભોળવાઈ ગયેલ શિક્ષિત યુવતીએ વેબસાઈટ પર મેસેજ કરીને યુકે જવાની હકિકત જણાવી હતી.જેથી સામેથી દિપક લેરી નામના શખસે તેણી સાથે વોટસઅપ મેસેજ અને વોટસઅપ કોલથી વિદેશ જવાની ફાઈલ અંગે ચર્ચા કરી હતી.જેથી વર્ક પરમીટથી યુવતીને યુકે જવાનું તેમજ ડોક્યુમેન્ટ મોકલવા અને ટર્મવાઈઝ પેમેન્ટ કરવાનું નક્કી થયું હતું.

વાતમાં સંમત થતાં શિક્ષિકાએ પોતાના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા.ત્યારબાદદિપક લેરીએ ફાઈલ ચાર્જવિઝાવર્ક પરમીટટિકીટ તેમજ જોબ કન્ફર્મેશન કરવા સહિતના બહાના હેઠળ જુદા જુદા સમયે અત્યારસુધીમાં રૂ.૬૦૮૦૦૦ જેટલી રકમ પોતાના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. તે પછી પણ વધુ પૈસાની માંગણી કરતાં વર્ક પરમીટનું કોઈ કામ થયું હોવાથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં યુવતીએ અંગે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગઠીયા સામે ગુનો દાખલ કરીને પીએસઆઈ આઈ.બી.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.

(6:12 pm IST)