ગુજરાત
News of Friday, 28th January 2022

ટ્રકના વ્હીલ ફરી વળતા બે સગાભાઇ અને એક પિત્રાઇનું ઘટના સ્થળે મોત

કલોલ નજીક બાઇકને ટ્રકે ટક્કર મારતા ત્રણેય યુવાનો રસ્તા ઉપર પડી ગયેલ

દાહોદ,તા. ૨૮ :  પંચમહાલ જીલ્લાના કલોલ તાલુકાના વેજલપુર ગામ પાસે વડોદારા-ગોધરા હાઇવે ઉપર ટ્રકની લપેટમાં આવવાથી બાઇક સવાર ત્રણ ભાઇઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ.

પોલીસના જણાવ્યા મુજબ હાલોલના વાઘવાણી ગામના રહેવાસી દીલીપસિંહ ગોહીલના બે પુત્રો રોહિત (૧૭) તથા જતીન (૧૪) અને પિત્રાઇભાઇ ગણપતસિંહના પુત્ર મિતેશ (૨૪) બુધવારે બાઇક લઇને ખરસાલીયા ગામથી હાલોલ તરફ જઇ રહ્યા હતા.

ત્યારે કલોલના વેજલપુર ગામ પાસે તેમના બાઇકને ટ્રકે ટક્કર મારતા ત્રણેય યુવાનો રસ્તા ઉપર પટકાયેલ અને ટ્રકના તોતીંગ પૈયડા તેમની ઉપર ફરી વળતા ઘટનાસ્થળે જ ત્રણેયના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી કરી હતી.

(2:39 pm IST)