ગુજરાત
News of Friday, 28th January 2022

મોટર સાથે નીલગાય અથડાતા મોટર ખેતરમાં ફંગોળાઈ ગઈ: બે સગા ભાઈના મૃત્યુ

બનાસકાંઠા: ડીસા-થરાદ હાઇવે ઉપર આગથળા નજીક ગાડી વચ્ચે નીલગાય આવી જતા સર્જાયો અકસ્માત. નીલગાય વચ્ચે આવી જતા ગાડી ફંગોળાઈને ખેતરમાં ઘૂસી ગઈ. અકસ્માતમાં ઘટના સ્થળે જ બે સગાભાઈના મોત થતા ભારે અરેરાટી. ઇજાગ્રસ્ત ૩ લોકોને સારવાર માટે  ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. (મયુરભાઈ ઠક્કર)

 

(10:25 am IST)