ગુજરાત
News of Friday, 28th January 2022

ગુજરાત હાઇકોર્ટનો રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ અને 4 પોલીસકર્મીઓ સામે ચાર્જફ્રેમ કરવા હુકમ

મનફાવે તેમ આરોપીઓને ગોંધી રાખવા એ યોગ્ય નથી. આરોપીઓ સામે પૂરતા પુરાવા તપાસ કર્યા બાદ ધરપકડ કરો તેવી પણ ટકોર કરી: 2017માં રાજ્કોટનાં ભક્તિનગર વિસ્તારમાં આરોપીઓને જાહેરમાં માર મારવા ઉપરાંત આરોપીને ગોંધી રાખ્યા હતા

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે રાજકોટના કેટલાક પોલીસ કર્મીઓ પર તીખા તેવર વ્યક્ત કરતુ અવલોકન કરતા નોંધ્યું કે, ઘટનાના જવાબદાર પોલીસ કર્મીઓ સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવે. વર્ષ 2017માં આરોપીને ગોંધી રાખીને માર મારવા અંગે હાઇકોર્ટમાં આરોપીએ કરી  અરજી કરી હતી જે સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો અભિપ્રાય આપ્યો છે

2017માં રાજ્કોટનાં ભક્તિનગર વિસ્તારમાં આરોપીઓને જાહેરમાં માર મારવા ઉપરાંત આરોપીને ગોંધી રાખ્યા હતા. તે અરજીની સુનાવણીના સંદર્ભમાં  હાઈકોર્ટે નોંધ્યું કે, મનફાવે તેમ આરોપીઓને ગોંધી રાખવા એ યોગ્ય નથી. આરોપીઓ સામે પૂરતા પુરાવા તપાસ કર્યા બાદ ધરપકડ કરો તેવી પણ ટકોર કરી હતી. હાઈકોર્ટે, ભક્તિનગર પોલીસ સ્ટેશનના PI અને 4 પોલીસકર્મીઓ સામે ચાર્જફ્રેમ કરવા હુકમ કર્યો છે. સવાલ એવો પણ કર્યો કે, આરોપી સામે કાર્યવાહી કરવા ધરપકડ કરો પણ ગોંધી રાખવાનો શું અર્થ છે ? ગુજરાત હાઈકોર્ટના તમામ અવલોકન અને સવાલ પર પોલીસ અધિકારીઓનું મૌન રહ્યું હતું.

પાંચ વર્ષના અંતરાલ બાદ, અરજી કર્તાઓને ન્યાય મળ્યાની લાગણી થઇ છે અને હાઈકોર્ટેના આદેશ પ્રમાણે રાજકોટના ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશનના PI અને 4 પોલીસકર્મીઓ સામે ચાર્જફ્રેમ કરવામાં આવશે 

 

(7:25 pm IST)