ગુજરાત
News of Friday, 28th January 2022

અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર ઇદ્રીશ ઉર્ફે ભૈયો મનુખાં શેખને દમણથી ભરૂચ એલ.સી.બી.એ ઝડપી લીધો

ભરૂચમાં ત્રણ નવસારીમાં એક ચીખલીમાં 1 અને સુરતના કોસંબામાં 1 પ્રોહીના ગુન્હામાં વોન્ટેડ હતો

અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર ઇદ્રીશ ઉર્ફે ભૈયો મનુખાં શેખને દમણથી ભરૂચ એલ.સી.બી.એ ઝડપી લીધો છે

એલ.સી.બી.હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સથી મળેલ હકિકત આધારે અંકલેશ્વર તાલુકાના કુખ્યાત બુટલેગર ઇદ્રીશ ઉર્ફે ભૈયો મનુખાં શેખને દમણ મુકામેથી એલ.સી.બી.દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની પુછપરછમાં ભરૂચ જીલ્લાના ૦૩ પ્રોહી ગુનામાં તથા વડોદરા ગ્રામ્યના કરજણ પો.સ્ટે.ના ૦૧ તેમજ નવસારી જીલ્લાના ચીખલી પો.સ્ટે.ના ૦૧ પ્રોહી તથા સુરત ગ્રામ્યના કોસંબા પો.સ્ટે.ના ૦૧ ગુનામાં મળી કુલ ૦૬ ગુનામાં વોન્ટેડ હતો.

ઈંદ્રિશ મનુખા શેખ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર " બી ડિવિઝન પોલીસમાં સોંપવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી વોન્ટેડ ગુનાની વિગત જોતા ઇદ્રીશ ઉર્ફે ભૈયો મનુખાં શેખ રહેવાસી મકાન નં. ૨૮૦ પ્રતિષ્ઠા રેસીડેન્સી, નવજીવન હોટલ પાછળ પાનોલી તા. અંકલેશ્વર જી.ભરૂચ કબ્જે કરેલ મુદ્દામાલમાં મોબાઇલ નંગ -૨ કિ.રૂ. ૧૦,૦૦૦ વરના ફોરવ્હીલ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦ /- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૫,૧૦,000 /- જપ્ત કરવામાં આવેલ છે. આરોપી દહેજ પો.સ્ટે., અંકલેશ્વર રૂરલ પો.સ્ટે., દહેજ પો.સ્ટે. નવસારી જીલ્લાના ચીખલી પો. સ્ટે, સુરત ગ્રામ્ય જીલ્લાના કોસબા પો.સ્ટે., વડોદરા ગ્રામ્ય જીલ્લાના કરજણ પો.સ્ટે ખાતે નોંધાયેલ ગુનાઓમાં વોન્ટેડ હતો.

(11:57 pm IST)